અથર્વ

(20)
  • 3.7k
  • 784

"અથર્વ દીકરા... ચાલ જલ્દી ઉઠ બેટા... જો પછી ખૂબ મોડું થઈ જશે..." શાલીનીબેન પોતાના દીકરાને જગાડી રહ્યા હતા.. "હા મમ્મી, ઉઠું છું... થોડીવાર હજુ સુવા દો ને પ્લીઝ મમ્મી! બહુ ઊંઘ આવે છે..."અથર્વ બોલ્યો.. " અરે ક્યારનો પાંચ મિનીટ પાંચ મિનિટ કર્યા કરે છે... અરે આજે તારું બારમાં ધોરણનું રિઝલ્ટ છે દીકરા.... " શાલીનીબેન બોલ્યા. "ઓહ હા મમ્મી!! ઉઠી ગયો, ચાલો હવે... " "જલ્દી જલ્દી નાહીને પરવાર એટલે હું તારો નાસ્તો તૈયાર રાખું..." "જી મમ્મી!" કહીને અથર્વ બાથરૂમ ભણી ગયો.. અથર્વ શાલિનીબેનનો એકનો એક દીકરો... અનેક માનતાઓ અને બાધાઓ રાખી હતી એના માટે... લગ્નના ઘણા વર્ષો પછી આવેલો... મમ્મી પપ્પાનો