રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:11 બીજાં દિવસની સવાર થતાં જ અગ્નિરાજ અને મૃગનયની એમનાં રાજ્યનાં કુલગુરુ સુધાચાર્યને મળવાં રત્નનગરી નજીક આવેલાં મલય પર્વતની તળેટીમાં આવેલાં આશ્રમ તરફ જવા નીકળી પડ્યાં. અગ્નિરાજ અને મૃગનયની જ્યારે સુધાચાર્યનાં પાવન આશ્રમ સુધી પહોંચ્યાં ત્યારે સુધાચાર્ય પોતાનાં નિત્યક્રમ મુજબ ગૌશાળામાં ગાયોને નિરણ નાંખી રહ્યાં હતા. સાતથી આઠ એકર જેટલાં વિસ્તારમાં ફેલાયેલાં ગુરુ સુધાચાર્યનાં આશ્રમમાં સેંકડોની સંખ્યામાં બાળકો વેદો, પુરાણો, ઉપનિષદો ની સાથે યુદ્ધકળાનું જ્ઞાન મેળવતાં. આ ઉપરાંત સુધાચાર્યનાં આશ્રમમાં મોટી ગૌશાળા પણ આવેલી હતી, જેમાં હજારો ગાયોની પૂરતી કાળજી લેવાતી. મલય પર્વતની તળેટીમાં આવેલ આ આશ્રમનું શાંત અને પાવન વાતાવરણ કોઈનાં પણ વિચલિત મનને શાંત