રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 9

(125)
  • 3.7k
  • 8
  • 1.9k

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:9 રાજા અગ્નિરાજનો વિશાળકાય કાફલો એની નિયત ગતિએ રત્નનગરી તરફ આગળ વધી રહ્યો હતો. આ યાત્રાની સંપૂર્ણ જવાબદારી બાહુકના માથે હતી. જેને અડધી યાત્રા સુધી તો બાહુક ઉમદા રીતે નિભાવતો રહ્યો. અડધી યાત્રા સુધી બાહુકે નક્કી કરેલું અંતર ચોક્કસ સમયમાં પૂરું થઈ જતું હતું. જેનાં લીધે જમવાનો અને આરામનો સમય સચવાઈ જતો. પ્રયાગરાજથી નીકળી વિદર્ભ સુધીની યાત્રા કોઈપણ જાતની અડચણ વીનાં માત્ર પાંચ દિવસમાં કાપીને બાહુકે સાબિત કરી આપ્યું હતું કે એ પોતાનાં પિતાજીનું સ્થાન લેવાં માટે યોગ્ય ઉમેદવાર છે, પણ કહ્યું છે ને કે ધાર્યું તો અલખધણીનું જ થાય! આ વિધાનને યથાર્થ કરતી ઘટના રાજા