રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:8 "આખરે આટલાં સમયથી શું વિચારી રહ્યાં છો રાજકુમાર રુદ્ર?" રુદ્રને વિશારશીલ મુદ્રામાં ઊભેલો જોઈ જરાએ પ્રશ્ન કર્યો. "જરા અને દુર્વા, તમારી સાથે જે કંઈપણ થયું એ ખરેખર અક્ષમ્ય ગુનો છે. રાજા અગ્નિરાજને એનાં આ ઘાતકી કૃત્યની સજા આપવી આવશ્યક છે. પણ ગુનો અગ્નિરાજ કરે અને એની સજા એમની નિર્દોષ દીકરી ભોગવે એ ક્યાંનો ન્યાય? જો આવું જ કરશો તો તમારાં અને અગ્નિરાજ વચ્ચે શું ભેદ રહી જશે?" રુદ્રના પૂછાયેલા આ પ્રશ્નોનાં કોઈ ઉત્તર ના મળતાં જરા અને દુર્વા નતમસ્તક થઈને નિરુત્તર ઊભા રહી ગયાં. એ બંનેને આમ નિરુત્તર ઊભેલા જોઈ રુદ્ર એમની નજીક ગયો અને