રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 5

(115)
  • 3.8k
  • 10
  • 2k

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:5 "આ તો એ જ વનસ્પતિની સુવાસ છે જે પાતાળલોકમાં ભસ્મા સરોવરની નજીક મોટા પ્રમાણમાં ઉગે છે. સર્પદેશનાં જે પ્રદેશમાં યક્ષરાજ બકારના અંગ પડ્યાં હતા એની અસરરૂપે ત્યાં વસતાં નિમલોકોની સાથે ત્યાંની જે વનસ્પતિ પણ ઝેરીલી થઈ ચૂકી હતી એમાં સર્પમિત્રા મોખરે હતી. જે સર્પોને પોતાની અંદર વિષત્વની ઉણપ વર્તાય એ આ વનસ્પતિની તીવ્ર સુવાસ હેઠળ એની તરફ આકર્ષિત થાય છે." "પણ આ ઝેરીલી વનસ્પતિની સુવાસ આમ અચાનક આટલી તીવ્રરૂપે રાજકુમારીનાં શયનકક્ષમાંથી આવવાનું કારણ?" પોતાનાં નાકમાં આવેલી સુવાસને ઓળખતો રુદ્ર મનોમન બોલ્યો. અચાનક નાકમાં આવેલી આ સુવાસે રુદ્રને દ્વિધામાં મૂકી દીધો. આખરે આ ઝેરીલી વનસ્પતિની આટલી