બસ, પ્રેમ છે

(20)
  • 4.1k
  • 2
  • 1.1k

બસ, પ્રેમ છે...“આજે ફરી એને જોઈ, ફરથી પ્રેમ થઇ ગયો...” ૧૬જુલાઈ, ૨૦૧૬ના અમિતે ફેસબુક સ્ટેટસ અપડેટ કર્યું. ૧00થી વધુ લાઈક્સ અને ૨૫થી વધુ કમેન્ટ્સ આવી. જેમાં હર્ષિતાની એક કમેન્ટ હતી, “ઓ હીરો, કોણ છે એ? મને પણ નહિ કે? પ્રપોઝ કર્યું કે નહિ? કહેતો હોય તો હું હેલ્પ કરું, આમ પણ તું સાવ ફટટુ છે.” અમિતે કઈ રીપ્લાય ન આપ્યું, પણ બાકીના ૧૦મિત્રોએ હર્ષિતાના ફેવરમાં રીપ્લાય આપ્યાં. વર્ષ ૨૦૧૧/૧૨માં અમિત અને હર્ષિતા બી.એડ. કોલેજમાં સાથે હતા. બીજા સેમેસ્ટરની શરૂઆતમાંજ અમિતે હર્ષિતાને પ્રપોઝ કરેલું, પણ હર્ષિતાએ ખૂબજ સાહજિકતાથી જણાવી દીધું કે, એ અને અમિતનો ખાસ મિત્ર નીતેશ એકબીજાનાં પ્રેમમાં છે. હર્ષિતાની