અંગત ડાયરી - લક્ષ્મણરેખા

  • 4.8k
  • 1.8k

અંગત ડાયરી ============શીર્ષક : લક્ષ્મણરેખા લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૯, માર્ચ ૨૦૨૦, રવિવારવિશ્વના રંગમંચ પર અત્યારે એક ખતરનાક અંક ભજવાઈ રહ્યો છે. વિશ્વનો પ્રત્યેક માનવ ઘરમાં લપાઈને બેઠો છે. બહાર ‘માણસ ગંધાય માણસ ખાઉં’ એવું ગણગણતો કોરોના નામનો અસુર ઘૂમરા મારી રહ્યો છે. આજ માનવજાતનું બધું દાવ પર લાગી ગયું છે : ધીરજ, સમજદારી, જવાબદારી બધું જ. વિચિત્રતા એ છે કે આ પરીક્ષામાં એક પણ વ્યક્તિ ‘ફેઇલ’ થશે તો સમગ્ર માનવજાતે એની બહુ મોટી કીંમત ચૂકવવાની રહેશે. ઈતિહાસને શિરે ભવિષ્યમાં સાત અબજ લોકોના જીવને જોખમમાં કોણે મૂક્યો? એ શોધવાની બહુ મોટી જવાબદારી આવી પડવાની છે. તમે ચીનનું