સુખનો પાસવર્ડ - 50

  • 2.7k
  • 6
  • 792

સુખનો પાસવર્ડ આશુ પટેલ માનસિક રીતે સક્ષમ વ્યક્તિને શારીરિક અક્ષમતા અવરોધી શકતી નથી! ગુજરાતના સાયલા તાલુકાના ગઢવાલા ગામનાં મણિશંકર મહેતાએ માત્ર આઠ વર્ષની ઉંમરે જમણો હાથ ગુમાવ્યો હોવા છતાં જીવનથી હારી જવાને બદલે તેણે પોતાના જીવનને અનેરી ઊંચાઈએ પહોંચાડ્યું. જીવનના આઠ દાયકા વિતાવી ચૂક્યા પછી પણ તેઓ સ્કૂટર પર એક દિવસમાં 500 કિલોમીટરનો પ્રવાસ ખેડી નાખે છે! સાત દાયકાથી વધુ સમય અગાઉની વાત છે. ગુજરાતના સાયલા તાલુકાના ગઢવાલા ગામનાં એક બ્રાહ્મણ કુટુંબનો આઠ વર્ષનો છોકરો તેની ઉંમરના અન્ય બાળકો સાથે નદીકિનારે રમતો હતો. એ નાનકડા ગામમાં નદીકિનારે વિશાળકાય વ્રુક્ષોની લાંબી કતાર હતી. ગામના લોકો એ વૃક્ષોની સૂકી ડાળીઓનો ઉપયોગ બળતણ