સુખનો પાસવર્ડ - 48

(19)
  • 4.5k
  • 5
  • 939

ખારા રણમાં મીઠી વીરડી! હૈદરાબાદના બે ભાઈઓ દસ લાખ રૂપિયા ભરેલી બેગ રિક્ષામાં ભૂલી ગયા એ પછી... સુખનો પાસવર્ડ આશુ પટેલ થોડા દિવસો અગાઉ એક અંગ્રેજી અખબારમાં એક સરસ કિસ્સો વાંચ્યો હતો એ વાચકો સાથે શેર કરવો છે. 6 ફેબ્રુઆરી, 2019 ના દિવસે હૈદરાબાદના કે. પ્રસાદ અને કે. કિશોર નામના બે ભાઈઓ એક રિક્ષા પકડીને શ્રીરામ કોલોની ગયા. તેઓ શ્રીરામ કોલોની પહોંચ્યા એ પછી રિક્ષાચાલકને પૈસા આપીને રિક્ષામાંથી ઊતરી ગયા. રિક્ષાચાલક જતો રહ્યો એ પછી તે ઉતારુઓને યાદ આવ્યું કે તેઓ તેમની બેગ રિક્ષામાં ભૂલી ગયા છે. એ બેગમાં દસ લાખ રૂપિયા હતા! બંને ભાઈ હતપ્રભ બની ગયા. તેમણે રિક્ષાનો