સુખનો પાસવર્ડ - 46

  • 2.8k
  • 4
  • 798

નાની-નાની વાતમાં હિંમત હારી જતી, તમારી આજુબાજુની, વ્યક્તિઓ સાથે આ લેખ ખાસ શૅર કરજો! એક વર્ષની ઉંમરે પેરેલિસિસનો ભોગ બનેલી છોકરીએ યુવાન થયા પછી સ્પોર્ટ્સમાં 429 મેડલ્સ જીતી લીધા! અત્યંત વિષમ સંજોગોમાં પણ દૃઢ નિશ્ચય થકી આગળ વધી શકાય સુખનો પાસવર્ડ આશુ પટેલ બેંગલોરમાં જન્મેલી માલતી ક્રિશ્નમૂર્તિ હોલાના પિતા એક નાનકડી રેસ્ટોરાં ચલાવતા હતા. જ્યારે માલતીની માતા ગૃહિણી હતી. તે માલતી સહિતના પોતાના ચાર સંતાનોની સંભાળ રાખતી હતી. માલતી માત્ર એક વર્ષની ઉંમરની હતી ત્યારે તેને સખત તાવ આવ્યો. તે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહી. તેની બીમારી લાંબી ચાલી. એના કારણે તેનું આખું શરીર પેરેલાઈઝ્ડ થઈ ગયું. તેના શરીરને લકવો