સુખનો પાસવર્ડ - 41

(13)
  • 3.7k
  • 6
  • 1.1k

બોર્ડની પરીક્ષામાં સફળ થવું કે જીવનની? છત્તીસગઢના એક વિધ્યાર્થીએ પરીક્ષામાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરી લીધી એ પછી... સુખનો પાસવર્ડ આશુ પટેલ થોડા દિવસ અગાઉ બોર્ડની પરીક્ષાના પરિણામો આવ્યા. એ પરિણામો પછી છત્તીસગઢના રાયગઢના એક ૧૮ વર્ષીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી કારણ કે તે પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. એ સમાચાર અખબારોમાં વાંચીને 2009ની બેચના આઈએએસ ઓફિસર અવનીશકુમાર શરને ફેસબુક પર એક પોસ્ટ મૂકી. એ પોસ્ટ ભારતના દરેક વિધ્યાર્થીએ અને દરેક વિધ્યાર્થીઓના વડીલોએ ખાસ વાંચવી જોઈએ. હું આ કોલમના માધ્યમથી લાખો લોકો સુધી વાત પહોંચાડી શકું છું એટલે અહીં લખી રહ્યો છું. તમે તમારી રીતે આ વાત તમારી આજુબાજુની વ્યક્તિઓ