(આ પીસ લખવાની વધુ મજા એટલે આવી કે સૌમ્ય મારો અંગત મિત્ર છે. :) પોતાને ગમતી જિંદગી માટે જોખમ ઉઠાવવાની તૈયારી હોવી જોઈએ જોખમ ઉઠાવવાની તૈયારી હોય તો સફળતાની સાથે સંતોષ અને સુખ પણ મળી શકે છે એનો પુરાવો લેખક-દિગ્દર્શક-અભિનેતા સૌમ્ય જોશી છે સુખનો પાસવર્ડ આશુ પટેલ મુંબઈનાં ભારતીય વિદ્યાભવનમાં પડદો ખૂલે છે અને સ્ટેજ પર દોડતી લોકલ ટ્રેનના એક ડબ્બાના સેટમાં એક નાટકની ભજવણી શરૂ થાય છે. જયેશ મોરે અને જિજ્ઞા વ્યાસ અદ્ભુત અભિનયથી પ્રેક્ષકો પર જાણે સંમોહન કરે છે. પ્રેક્ષકો હસે છે, રડે છે, હસતાં હસતાં તેમની આંખો ભરાઈ આવે છે અને રડતાં રડતાં અચાનક તેમના હોઠ મલકાઈ