રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 2

(141)
  • 5k
  • 11
  • 3k

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:2 રુદ્રને મેઘનાનો અંગરક્ષક નિયુક્ત કરીને અગ્નિરાજે પોતાનાં પગ ઉપર જાણીજોઈને કુહાડી મારી હતી એ વાત પ્રેક્ષકોમાં બેસેલાં રુદ્રના બંને ભેરુ ઈશાન અને શતાયુ સમજી ચૂક્યા હતા. "ભાઈ, આજે તો તે યુદ્ધમેદાનમાં સાબિત કરી દીધું છે એ જગતમાં તારાં સમોવડીયો બીજો કોઈ યોદ્ધા નથી!" રુદ્ર જ્યારે શતાયુ અને ઈશાન જોડે આવ્યો ત્યારે શતાયુએ રુદ્રના વખાણ કરતાં કહ્યું. "મિત્ર, આપણે જે કાર્ય સિદ્ધ કરવા આવ્યાં છે એને જો સાચી દિશામાં આગળ ધપાવવું હોય તો હવે તમારે બંનેએ તમારી બુદ્ધિનો ઉપયોગ કર્યાં વીનાં મારું કહેલું જ કરવાનું છે." રુદ્રના અવાજમાં સ્પષ્ટતા માલુમ પડતી હતી. "અમે હંમેશા તારાં પડછાયાની