મહી નદીનાં કાંઠે સોનગઢ નામનું ગામ આવેલું છે.આમ તો આ ગામ ખોબા જેવડું પણ મહી નદીનો કાંઠો તેની શોભામાં ચાર ચાંદ સમાન શોભાયમાન છે.નદી કાંઠાના લીધેસોનગઢની ધરતીએ જાણે હરિયાળી ચાદર ઓઢી હોય તેવું ચો-ફેરનું લીલુંછમ વાતાવરણ સોનગઢની લાવણ્યતામાં વધારો કરે છે.ગામની ઢુંકડે સરિતા હોય એટલે નીરની લીલા લહેર હોય જ માટે ગામની આશરે એસી ટાકાથી વધુ વસ્તીનો મૂળ વ્યવસાય ખેતી હતો તથા અન્ય પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા.આ ગામમાં એક નાનકડું પરું આવેલું.આ પરું વનવગડામાં આવેલું હોવાથી અહીં પંખીઓનો કલરવ બારેમાસ રહેતો અને પશુઓની અવરજવર પણ કાયમ રહેતી.આ પરામાં સોનજી ઘેલા અને તેમનો પરિવાર વસતો.આમ તો નામ એમનું સોનજી પણ