દરેક વ્યક્તિ કોઈકને કોઈક પરિસ્થિતિ માં પોતાનું જીવન વીતાવે છે. કોઇ ધનિક તો કોઇ ગરીબ, કોઈ સુખી તો કોઈ દુઃખી..મેં ઘણાં લોકોને જોયાં છે જે લોકો પાસે કઈંપણ નથી તેવાં લોકો ખુશીથી પોતાનું જીવન વિતાવે છે અને અમુક લોકો પાસે બધું જ છે છતાંય શાંતિથી બેસી શકતાં નથી. દરેક વ્યક્તિ પાસે પોતાનાં સિધ્ધાંતો હોય છે અને એ જ સિધ્ધાંતો મુજબ જીવે છે. આ સિધ્ધાંતો એટલે આદર્શો, પોતાના નિતિ નિયમો..પરંતુ સિધ્ધાંતો જડ હોવાં એ પણ એક કઠિણાઈ છે. આદર્શવાદી જીવન હોવું જરૂરી છે પરંતુ એ આદર્શો જ્યારે બીજાને તકલીફ પહોંચાડે ત્યાં જોખમ ઊભું થાય છે. હું શિક્ષક તરીકે અનેક વિદ્યાર્થીઓને ભણાવું