લવ રીવેન્જ પ્રકરણ-7 “તારી આખી વાતમાં તે એ ના કીધું કે નેહા સિદ્ધાર્થ જોડે લગ્ન કરવાની ના કેમ પાડે છે....!?” વિશાલ લાવણ્યાને પુછવાં લાગ્યો. લાવણ્યાએ વિશાલને નેહા અને સિદ્ધાર્થ સાથે કારમાં થયેલી વાતચિત કહી સંભળાવી હતી. વાત કરતાં-કરતાં લાવણ્યાની અનેક વખત આંખોમાં અનેક વખત પાણી આવી ગયું હતું. “નેહાએ એ વાત ટાળી દીધી હતી....!” લાવણ્યા બોલી “મેં બહુ પ્રયત્ન કર્યો....! પણ તેણે સફાઈપૂર્વક વાત ટાળી દીધી હતી....!” “હમ્મ...!” વિશાલ વિચારવાં લાગ્યો. તેણે ખીસ્સાંમાંથી લાઇટર અને એક સિગારેટ કાઢી. રોડ તરફ જોઈને તેણે સિગારેટ સળગાવી. “તું હમ્મ કરીને શું ચૂપ થઈ ગયો છે...!?” વિશાલે હજીતો સિગારેટના એક-બે