કૌશલ એ દરવાજા પાસે પહોંચ્યો કે તરત જ એ દરવાજો જે બંધ હતો તે જાતે જ ખુલી ગયો. ના કોઈ ચોકીદાર છતાંય એ સીધો સાદો દરવાજો આપમેળે ખુલી જતો જોઈને કૌશલની જાણ બહાર તેને જોઈ રહેલાં થોડાંક લોકો એકદમ ઉભાં થઈને એ તરફ ભાગ્યા કે આ વળી કોણ એવું છે જેનાં માટે હવેલીનાં દ્વાર આપમેળે ખુલી ગયાં. આટલાં વર્ષોથી ચાર જણાં સિવાય કોઈ જ આ રાજહવેલીમાં પ્રવેશી શક્યું નથી ને કેટલાંય લોકોની અંદર જવાનો પ્રયાસ કરતાં બહું ખરાબ સ્થિતિ થઈ છે. સિમોની તો દેખાવ પરથી જ પરદેશી જેવી દેખાતી હોવાથી એને જોઈને બધાંએ માની લીધું કે આ લોકો પરદેશી છે...પણ