પ્રિત એક પડછાયાની - ૪૭

(45)
  • 3.6k
  • 5
  • 1.6k

રૂક્મિણી માતા લાકડીના સહારે નયન પાસે આવીને પોતાને ઝાંખું ઝાંખું દેખાતું હોવાં છતાં તેને જોવાં લાગ્યાં. નયનની તો આંખો બંધ છે. કેટલાંય અજાણ્યા મુસાફરોને વિદેશી પ્રવાસીઓ આ રાજહવેલી જોવાં આવતાં જોયાં છે પણ બધાંની આવી જ કંઈક સ્થિતિ થતી હતી. આથી જ રૂકમણીમાતા વિરાજ અને સૌમ્યા એ લોકોનો આગ્રહ હોવાં છતાં ત્યાં જ હવેલીની નજીક એક ઘરમાં રહે છે. તેમણે આસપાસનાં લોકોને નયનને પોતાનાં ઘરમાં લઈ આવવાં કહ્યું. લોકોને નવાઈ લાગી કારણ કે હજુ સુધી કંઈ પણ આવું થાય તો એ વ્યક્તિને તે બાજુમાં રહેલાં એક વિશ્રામગૃહમાં સુવાડીને સારવાર કરાવતાં. હવે દાક્તરી સેવા પણ અહીં સમય જતાં વિકાસ પામી છે. વૈદની