કૌશલ ફક્ત પોતાનાં રાજ્યમાં આવવાનો વિચાર કરતાં તેને અનેક પડછાયાં પહેલાંની માફક દેખાવા લાગ્યાં...તે પોતાની જગ્યાએથી હલી પણ શકતો નથી. એ પરેસેવે રેબઝેબ થઈ ગયો. સિમોલી આ બધું જોઈ જ રહી.પણ તેનો ચહેરો અચાનક બદલાવા લાગ્યાં. જુદાં જુદાં ચહેરાઓ દેખાવા લાગ્યાં. ક્યારેક સ્ત્રી જેવાં તો ક્યારેક પુરૂષો જેવાં...તે પોતાની જાતને જ બોલવાં લાગ્યો. ને નુકસાન કરવાનો પ્રયત્ન કરવાં લાગ્યો. સિમોલી ગભરાઈ ગઈ. એ કદાચ તેનાં જીવનમાં આવું કંઈ પણ પહેલીવાર જોઈ રહી છે.. કૌશલ શું બોલી રહ્યો છે એને કંઈ જ સમજાતું નથી. કારણ કૌશલ સિમોલી અને ત્યાંનાં લોકો સાથે રહીને એ વિદેશી ભાષા શીખ્યો છે પણ હજું સિમોલી થોડું