કાને પડ્યો જંગલનો અવાજ

  • 3.4k
  • 1
  • 1k

*કાને પડ્યો જંગલનો અવાજ*શ્રાવણ માસના ઝરમર વરસતા વરસાદમાં, ગીર મધ્યે બિરાજમાન પાતાળેશ્વરની પૂજા કરવાનું મન થયું, ને પગ તે તરફ ઉપડ્યા... સુમસાન વગડામાં એક તરફ નજર કરી ત્યાં નીચી મૂંડીએ ચારો ચરતું સાંભર... તો બીજી તરફ નજર કરી ત્યાં ઉછળકૂદ કરતાં ચિતલના નાનાં બચ્ચાઓ વાતાવરણને હર્યુભર્યું રાખતાં હતાં. ગીર ધરાને ખૂંદતો ખૂંદતો હું આગળ વધતો હતો. ત્યાં તો વાનરોની ઉછળકૂદ ને ચિચિયારીઓ, મોરનો ટહુકાર અને હરણાંની આંધળી દોટ.. આ બધું મળીને આજુબાજુમાં ભય ઊભો થયો હોય તેવો અણસાર આપવા લાગ્યું!મને વિચારવાનો બહુ મોકો મળ્યો નહીં. થોડીક દ્રષ્ટિ દૂર કરી ત્યાં તો એક ઉંમરલાયક સાવજ ભૂંડના બચ્ચાનો શિકાર કરીને મોઢામાં લઇ આવતો