અંગત ડાયરી ============શીર્ષક : એટેકર લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૨, માર્ચ ૨૦૨૦, રવિવાર“મામા, તમે મરેલા માણસને હસતો જોયો છે?" એક રવિવારે પ્રાયમરીમાં ભણતા મારા ભાણિયાએ મને ચોંકાવનારો પ્રશ્ન કર્યો. બાળકોના આવા ગુગલી ઘણીવાર વડીલોને ક્લીન બોલ્ડ કરી દેતા હોય છે. મેં પણ આજે મચક ન આપવાનું વિચારી જવાબ આપ્યો “હા, જોયો છે.”“ક્યાં?” એ બોલ્યો. “ફોટામાં” મેં કહ્યું. અમે અમારા ફળિયામાં ઊભા હતા.“એમ નહીં.” એણે ફરી મને લપેટમાં લેતા કહ્યું “કોઈ મરેલાને હાલતા-ચાલતા જોયો છે?” મેં જરાક વિચારીને કહ્યું “હા, જૂના વિડીયોમાં.”“પણ રિયલમાં નથી જોયો ને?” એણે જોર લગાડ્યું. મેં ખોલ આપી દીધી “ના, રિયલમાં કદી મરી