રોજ મારો જન્મ એની આંખ માં ઉજવાય છે; માને માટે દીકરો મોટો કદી કયાં થાય છે? કોણ જાણે કેવી માટી નો બનેલો દેહ છે; દદૉ આપ્યાં કેટલાય તોય મા હરખાય છે, એક અક્ષર પણ ન જાણે કયાં ભણી છે સ્કુલ માં, તોય મારા મુખ્ય ઉપર શબ્દ વાંચી જાય છે. એક મારી ઊંઘ ખાતર રાતને ગણતી દીવસ, કોણ જાણે તોય એનો થાક કયાં ઠલવાય છે, વાતે વાતે હું કસમ ખાતો રહયો માની બધે, ક્યાંય સાંભળ્યું કે કસમ મા દીકરા ની ખાય છે? આ જ માની છે હયાતી પરભુ તારા ધામ માં, ત્યાં તે જળહળ થશે , તુલસી અહીં સુકાય છે, સૂર્ય