ભગ્ન હૃદય..

(19)
  • 3.6k
  • 3
  • 1.1k

માનસી એક મધ્યમવર્ગીય પરિવાર માંથી ઉછરેલી મોર્ડન યુવતી હમણાંજ કોલેજ પુરી કરીને જોબ શોધવા માં વ્યસ્ત ...રોજ ન્યૂઝપેપર માં નવી નવી જાહેરાત જોવી યોગ્ય લાગે એના ફોટોસ ક્લિક કરી જરૂર લાગેતો ફોન થી માહિતી મેળવી લેતી કોમર્સ સાથે માસ્ટર કરેલું ને ઈચ્છા ન હોવા છતાં પિતા એ એડમિશન બીએડ માં કરાવેલું એટલે જાણે હોય એ વિષય કરતા એકદમ અલગ જ પેપર આપી દીધું હોય એમ એને અહેસાસ થતો. છતાંય હોશિયાર તો હતી, એટલે કોમર્સ માં એકાઉન્ટ ને મેનેજમેન્ટના પાઠ ભણેલી માનસી બીએડ માં સાહિત્ય ને શિક્ષણ ના પાઠ ભણવાની જવાબદારી પણ બખૂબી નિભાવી ને કોલેજ મા બીજો નમ્બર લાવી