ઉકળતી ચા “છોટુ, 4 નંબર પર આ મસ્કાબન અને બે કટીંગ જવા દે” મુન્નાભાઈએ ગેસ પર રાખેલા તપેલામાં ચા ઉકાળતા છોટુંને કહ્યું. ઝડપથી પોતાના માલિકના હુકમને માનતો છોટુએ એક હાથમાં ચા અને બીજા હાથમાં મસ્કાબન લઇને 4 નંબરના ટેબલ પર તેણે મૂક્યા. “લ્યો સાહેબ, બીજું કાંઇ” છોટુએ એના કરકશતાસભર અવાજમાં પુછ્યું. સામેથી જવાબ ના માં આવ્યો એટલે છોટું ફરીથી પોતાના સ્મીત સાથે ગીત ગાતો ગાતો ત્યાંથી નિકળીને બાજુના ટેબલ સાફ કરવા લાગ્યો. છોટુના મોઢામાંથી ગીત વાગી રહ્યા હતા ને નનકડા ટીવીમાં સવાર સવારમાં નારણસ્વામી ના ભજનો. આજુ બાજુના ટેબલો પર ચાર થી પાંચ જણા હતા ને ગરમાગરમ નાસ્તો કરી રહ્યા