આજના સમયમાં હિંદુઓ માટે ધર્મ એટલે જેની સામે તે રોજ પૂજા કરે છે તે મૂર્તિ!મુસ્લિમો રોજ જેની બંદગી કરે છે તે અલ્લાહ!ખ્રિસ્તીઓ માટે તે રોજ જેની સામે મીણબત્તીની જ્યોત પ્રગટાવે છે તે ઈસુ!વિશ્વના ધર્મોનો ખ્યાલ આજે સંકુચિત બનતો જાય છે.તમામ ધર્મો જેના માટે સર્જાયા છે તે માનવ આસ્થાહીન બનતો જાય છે.માનવી માટે ધર્મ છે,ધર્મ માટે માનવી નહીં. માનવી થકી ધર્મ ઉજાગર થાય છે.ધર્મની પરંપરાનો મહિમા ખૂબ મોટો છે,પરંતુ આ સમગ્ર પરંપરાનું કેન્દ્રબિંદુ માનવ જ છે.પરંતુ આજના સમયમાં ફૂલ,હાર,શ્રીફળ, ચાદર,મીણબત્તીમાં સંડોવાયેલા ધર્મનું સાતત્ય ગાયબ થતું હોય એવું લાગે છે.જો ધર્મનું સાતત્ય હોય તો અત્યારે જે કંગાળ પરિસ્થિતિ માનવજાત ભોગવી