વાયરા વિદેશના લંડનનું હિથ્રો ઇન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાના ખૂબ વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે. ડિસેમ્બર મહિનાની ખૂબ ઠંડી અને ધૂંધળી સાંજ હતી. લંડનના એરપોર્ટ મુસાફરોની દોડાદોડ અને ઘૂઘવાટથી જીવંત હતું તેમ છતાં ઠંડીના કારણે તેમાં એક અજીબ ખામોશી હતી. પ્રકાશ પટેલ અને તેમની પત્ની ચારુલતા એક માસ કરતાં પણ વધારે સમયથી લંડનમાં હતા અને આજે ભારત પરત જઈ રહ્યા હતા. તેમનો પુત્ર ધીમંત અને તેની પત્ની ધારા પ્રકાશભાઈની ફરમાઇશ મુજબ તેમની બેનના દીકરાના દીકરા માટે ખરીદવાના રહી ગયેલા કપડાં અને રમકડાં એરપોર્ટ પરની ટોય શોપમાંથી ખરીદવા ગયા હતા. પ્રકાશ પટેલ અને ચારુલતાબેનનો ઈંગ્લેન્ડનો આ ચોથો અને થોડોક લાંબો પ્રવાસ