"અનુ , તને કંઈ સંભળાઈ છે?" રસિકભાઇએ સહેજ ચિંતાના સૂરમાં અને દબાતા અવાજે અનસુયાબેનને પૂછ્યું."હાં , પણ શું કરું? જયારે હું પણ મારા એકના એક દિકરા, મારા કાળજાના કટકાને ભૂલી ના સકતી હોઉં અને છાનું રડી લેતી હોઉં તો નિશા ને કેમ શાંત રાખું?" અનસુયાબેને ભીના અવાજે રસિક્ભાઈને કહ્યું.રસિકભાઈ અંધારું હોવા છતાં પણ એની વાઇફના અવાજમાં રહેલા દુઃખ અને આંખોમાં આવેલ આંસૂને મહેસૂસ કરી શક્યા, સુખી દામ્પત્ય જીવનના ત્રણ દાયકામાં હવે એ બંને ના બોલાયેલા શબ્દો પણ સમજી જતાં હતા તો આ બોલાયેલા શબ્દો માં રહેલી વેદના ના સમજી શકે એવું કેમ બને!! પણ પુરુષે હંમેશા મજબૂત રહેવું પડે બાકી