ઇશોપનિષદ મંત્ર ૨ – આનંદ અને સફળતાનો એકમાત્ર ઉપાય

  • 3.9k
  • 1
  • 973

કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિષેચ્છતઁ સમાઃ | એવં ત્વયિ નાન્યથેતોઅસ્તિ ન કર્મ લિપ્યતે નરે || 2 || (યજુર્વેદ ૪૦.૨) ઇશોપનિષદનો આ બીજો મંત્ર જીવનમાં અકલ્પનીય આનંદ મેળવવાના વ્યવહારિક સૂચનો સમજાવે છે. મંત્રનો અર્થ હે મનુષ્ય! આ જગતમાં તું ધર્મયુક્ત અને વેદયુક્ત નિષ્કામ કર્મો કરતાં કરતાં સો વર્ષ સુધી જીવવાની ઈચ્છા કર. અધર્મયુક્ત, અવૈદિક અને કુકર્મોમાં લિપ્ત થવાથી મળતા દુષ પરિણામોમાંથી બચાવનો આ જ એક માત્ર રસ્તો છે. ધર્મયુક્ત અને વેદયુક્ત નિષ્કામ કર્મોમાં પ્રવૃત્ત રહ્યાં સિવાય આનંદ મેળવવાનો બીજો કોઈ રસ્તો નથી. કુર્વન્ – કરતાં કરતાં ઇવ્ – જ ઇહ – આ વિશ્વમાં કર્માણિ – ધર્મયુક્ત, વેદયુક્ત નિષ્કામ કર્મોને જિજીવિષેત્ – જીવવાની ઈચ્છા