ડુમ્સડે ક્લોક

  • 3.7k
  • 1.2k

થોડા દિવસ પહેલા જો કોઈનું એક સમાચાર તરફ ધ્યાન ગયું હોય તો એ છે ડુમ્સડે ક્લોક ના કાંટા 11:58:20 પર સેટ કરવામાં આવ્યાં. શું છે આ કયામતની ઘડિયાળ? બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના હિરોશિમા - નાકાસાકી પર થયેલા અણુ હુમલાએ ઘણા લોકોને વિચારતા કરી મુક્યા, કે આવા ગાંડપણ ભર્યા નિર્ણયથી તો એક દિવસ ઓચિંતા ધરતી પ્રલયની ગોદમાં પોઢી જશે? આ વિચાર કરવાવાળામાં અણુવૈજ્ઞાનિકો પણ હતા. તેમને ભય લાગ્યો કે જે શોધ આપણે માનવતાના કલ્યાણ માટે કરીએ એ ક્યાંક વિનાશક ન બની રહે? આવા અણુ વૈજ્ઞાનિકોના સમુહે એક સંસ્થા બનાવી.