અંગારપથ. પ્રકરણ-૪૫. પ્રવીણપીઠડીયા. “સર પ્લિઝ, ઓપન યોર આઈઝ..” ચારું એમ્બ્યૂલન્સમાં સ્ટ્રેચર ઉપર સૂતેલા પેટ્રિકને વારંવાર સાદ દઈને જગાડવાની કોશિશ કરતી રહી પરંતુ પેટ્રિક તો ક્યારનો બેહોશીની ગર્તામાં ધકેલાઈ ગયો હતો. વામન શેખની ઓફિસમાં મચેલી ધમાચકડીમાં તે ઘાયલ થયો હતો. એ બહું જલ્દી ખતમ થયું હતું. વામન શેખ અને તેનો પઠ્ઠો અત્યારે પોલીસ ગિરફ્તમાં લેવામાં આવ્યાં હતા અને તેમને બાગા બીચ સ્ટેશને રવાનાં કરવામાં આવ્યાં હતા. એ દરમ્યાન ચારું પેટ્રિકને લઈને હોસ્પિટલ ભણી જઇ રહી હતી કારણ કે પેટ્રિકને સારવાર આપવી અત્યંત જરૂરી હતી. તેના ગળામાં ગોળી ઘૂસી હતી. એક રીતે કહી શકાય કે તેની હાલત અત્યંત નાજૂક હતી.