આત્મા સાથે આત્મા નું મિલન

(64)
  • 4.6k
  • 2
  • 1.2k

આ વાત 1981 ની છે. તે વખતે શિવાની મ્યુનિસિપલ સ્કૂલમાં શિક્ષીકા ની જોબ કરતી હતી. તેની બદલી જામનગર થી મોરબી થઈ હતી. જામનગર માં તેની સાથે તેના સાસુ સસરા રહેતા હતા અને શિવાની ને બે બાળકો હતા જેમાં દિકરો પાંચ માં ધોરણમાં અને દિકરી સાતમા ધોરણમાં ભણતી હતી અને શિવાની ના પતિ ની કરિયાણાની દુકાન હતી.આથી શિવાની ને એકલું મોરબી રહેવું પડે તેમ હતું. શિવાની ને પહેલાં તો એમ થયું કે એકલા રહેવા કરતાં નોકરી મૂકી દઉં તેને તેના ઘરના ની ચિંતા સતાવતી હતી બંને બાળકો ભણતા હતા.