ઑલ ઇઝ વૅલ

(19)
  • 3.1k
  • 2
  • 903

વાર્તા- ઑલ ઇઝ વૅલ લેખક- જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.96017 55643 સ્મૃતિ અને કૃણાલ નું લગ્ન જીવન ભંગાણ ના આરે હતું.કોર્ટમાં ડાઇવોર્સ માટે અરજી પણ થઇ ગઇ હતી.પાંચ વર્ષ માં જ બંને વચ્ચે આ સ્થિતિ ઉદભવી હતી.કૃણાલ આઇ.આઇ.ટી.નો એન્જિનીયર હતો.તેની નોકરી કહેવા પૂરતી ભલે આઠ કલાકની હતી પણ ખરેખર તો ચોવીસ કલાકની હતી.સાંજે ઘરે આવ્યા પછી પણ કૃણાલ ને ઑફિસમાં થી સૂચનાઓ મળ્યે જતી અને તે લેપટોપ લઇને કામમાં ગળાડૂબ થઇ જતો. સ્મૃતિ પણ ભણેલી હતી છતાં હાઉસવાઇફ બની રહી હતી.લગ્ન પહેલાં કૃણાલ તેને કહેતો કે પુરૂષ કમાય અને સ્ત્રી ઘર સંભાળે તો જ ઘરમાં સુખશાંતિ અને પ્રેમ જળવાઇ રહે.સ્મૃતિએ