કાશ્મીરની ગલીઓમાં... 12

(21)
  • 2.6k
  • 3
  • 1.1k

આગલા ભાગમાં આપણે જોયું કે અનુજ અને ઇનાયત છૂટા પડે છે, અનુજને અદિતિનો જીવ જોખમમાં હોવાની જાણ થાય છે, અનુજ કર્નલ સાહેબની ઓફિસ સુધી પહોંચે છે જ્યાં કર્નલ સાહેબ ફોનનું રીસીવર અનુજને આપે છે, હવે આગળ, 'લે અદિતીનો ફોન છે ' કર્નલ સાહેબે મને ફોન ધરતા કહ્યું,મેં ભારે હૈયે ફોન કાને લગાવ્યો અને હેલો આટલું માંડ બોલી શક્યો, 'હેલો અનુજ તમે ધ્યાન રાખજો તમારું અને આ દેશનું ', આ અવાજ તો જાણીતો હતો, આતો ઈનાયતનો જ અવાજ હતો, 'બૉમ્બ બ્લાસ્ટ અહીંયા જ થવાનો છે, મેં બધાને ગામ છોડાવી દીધું છે, તમે જલ્દી આવી જજો, અને હા મને માફ કરી દેજો ', ઈનાયતે કહ્યું, મારા હાથ