સીમાની નાદાનગી

  • 1.4k
  • 589

એક સુંદર અને નાનકડું રળિયામણું ગામ હતું. તેમાં કોકિલાબેન અને કૈલાશભાઇ નામે પટેલ પતિ પત્ની રહેતા હતાં... કૈલાશભાઈને 100 વિધા ખેતી હતી... સુખી કુંટુંબ હતું. કોકિલાબેન સાથે તેના સાસુ સસરા પણ રહેતા હતાં... લગ્નના પાંચ વર્ષ પછી કોકિલાબેન સારા દિવસો રહ્યા. આખો પરિવાર ખુબ જ આનંદ માં આવી ગયો. ડોક્ટરે કોકિલાબેન ને સંપૂર્ણ આરામ કરવાનું કીધું આથી તેમના સાસુએ ઘરની જવાબદારી લઇ લીધી. ગામ નાનું હોવાથી સારી સારવાર માટે અને ડીલેવરી સમયે કોઈ મુશ્કેલી ના નડે એ અર્થે કોકિલાબેન ને પોતાના પિયર મોકલી દેવામાં આવ્યા. થોડાં સમય પછી કોકિલાબેન ને સારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને ઓપરેશન કરવામાં આવ્યું.