લેટર TO લવર વિલેજ-2099 - ભાગ 2

  • 3.3k
  • 1.2k

જાહેરાત પણ,માહીના અંજાન પંછી જેવી અજીબને દુનિયાની હરેક વ્યક્તિ માટે અંજાન હતી.બીજા દિવસે સંદેશ,ગુજરાત ને દિવ્યભાસ્કરથી માંડીને નાના-મોટા હરેક અખબારમાં બે પેઈજ ભરીને જાહેરાત છપાઈ.એ જાહેરાત જે જેને વાંચી તેને પોતાના ફ્રેન્ડસર્કલમાં આવતા કે લવ સર્કલમાં આવતા દરેકને તે ફોર્મ ભરવા કહ્યું.પાછી તે ઝેરોક્ષ કે અન્ય કોઈ રીતે ભરી શકાય તેવી જાહેરાત નહોતી.ફક્ત છાપામાં આવેલી જાહેરાતને કટીંગ કરીને ભરેલ હશે તોજ ફોર્મ માન્ય રહેશે તેવી સૂચના હોવાથી દરેક માટે છાપુ ખરીદવું અનિવાર્ય બની ગયું.મોટાભાગના લોકો તે ફોર્મ ભરવા માટેની કેટેગરીમાં ના આવતા હોવા છતાં ખરીદયું....કારણ કે આવી જાહેરાત કદી આવી નહોતી કે કદાચ પછી ક્યારે આવશે નહીં