બીજી સવારે મેહા અને નિખિલ સ્કૂલે પહોંચે છે.નિખિલ પોતાના ક્લાસમાં જાય છે અને મેહા પણ પોતાના ક્લાસમાં જાય છે. મેહા ક્લાસમાં બેસી એની બહેનપણીઓની રાહ જોતી હતી. મેહા મનોમન કહે છે "આ લોકો કેટલી પ્રેક્ટીસ કરે છે. આટલી વખત આવી જવું જોઈએ ને!"બાજુની બેન્ચ પર બેઠેલી બે-ત્રણ છોકરીઓ વાત કરી રહી હતી. સોનલ:- "તમને ખબર છે કાલે મારી સાથે શું થયું?"પલ્લવી:- "શું થયું? કોઈએ કિસ કરી? કે કોઈએ પ્રપોઝ કર્યું."સોનલ:- "કાલે મને RRએ મળવા બોલાવી હતી."પલ્લવી:- "શું વાત કરે છે? રિયલી? RR તને બોલાવવાનો. વિશ્વાસ નથી આવતો."સોનલ:- "RRએ મને લિપ ટુ લિપ કિસ કરી. અને મને એમ પણ કહ્યું કે આ મારી