તરસ પ્રેમની - ૪

(48)
  • 5.3k
  • 2
  • 2.7k

મેહા જમીને ઊંઘી ગઈ. ઊંઘતા ઊંઘતા પણ એને શ્રેયસ જ યાદ આવતો. મેહા શ્રેયસના પ્રેમમાં પડી ગઈ હતી. મેહાને શ્રેયસ સાથે ઉગતા સૂરજનો નજારો માણવો હતો. ફૂલની ખૂશ્બુને દિલમાં ભરી લેવી હતી. રંગબેરંગી ફૂલો પર રંગબેરંગી પતંગિયાંના રંગોને નીરખવા હતા. શ્રેયસ સાથે બેસી આ સુંદર નજરાણું માણતા માણતા ચા પીવી હતી. મેહાને વિશ્વાસ હતો કે પોતાના આ સપનાને શ્રેયસ હકીકત બનાવશે. ગઈ કાલની મુલાકાત બાદ શ્રેયસ સાથે હવે વાતચીત થશે એ વિચાર આવતા જ મેહા શ્રેયસને મળવાની ખુશીમાં સવારે જલ્દી જલ્દી તૈયાર થઈ ગઈ. મેહા સ્કૂલે ગઈ. સ્કૂલમાં એન્ટર થતાં જ મેહાની નજરો શ્રેયસને