મંગલ મંગલ આવી નવલી નવરાત્રી, ભક્તિ થી પ્રસન્ન મા, દર્શન થી તરસી આંખો , દર્શન આપવા આવો જગત જનની મા. શ્રધ્ધાના દીપક પ્રગટાવી , ભક્તિથી પૂરો વિશ્વાસ તમારો મા, હાથ પકડી તરાવો જીવનનૈયા,દર્શન આપવા આવો જગત જનની મા. મનમાં રાખી કરૂણા મારા પર દયાનો વરસાદ વરસાવી ને મા, સિંહ પર કરીને સવારી, દર્શન આપવા આવો જગત જનની મા. પરિવારની ભૂલોને માફ કરી, ખુશીઓથી આંગન ભરીને મા, કરો ઉપકાર હવે ચરણે તમારે, દર્શન આપવા આવો જગત જનની મા. સુખોથી ઉજાળી જીવનને, દુઃખોના અંધકારને દૂર કરીને મા, કરવા હવે અમારું કલ્યાણ, દર્શન આપવા આવો જગત જનની મા. તમે દયાના સાગર છો, મહિમા