સબંધની ગાંઠનો છૂટી ગયેલો એક છેડો.

(11)
  • 2.9k
  • 841

તને છેલ્લી વારનું આવજો… આદરણીય બિહાગ, મુખવાસના ડબ્બામાં કાગળ જોઈ તમને આશ્ચર્ય થયું હશે હેને ?.. પણ હું જાણું છું કે તમને કામ શિવાય બેગના એકેય ખાના ખોલવાની આદત નથી… અને આ કાગળ કેટલાય દિવસ સુધી વાંચ્યા વિનાનોજ રહી જાત અને તમને આ જણાવવું જરૂરી હતું એટલે છેવટે મેં ટીફીનમાં મુકવાનું નક્કી કર્યું પહેલા રોટલીના ડબ્બામાં મુક્યો પણ તમારા અધીરીયા સ્વભાવને કારણે તમે જમ્યા પહેલાજ વાંચવાનું શરુ કરી દેત અને પછી કદાચ ટીફીન એમનું એમજ રહી જાત એટલે મેં છેલ્લે ખુલતા મુખવાસના ડબ્બામાં મુક્યો..