ફેવીક્વીક

(20)
  • 2.5k
  • 628

ગોલુ નું મોઢું આજે ઊતરેલું હતું. ખુશ હોય ત્યારે ગોલુનુ મોઢું માખણના પિંડા જેવું લાગે. પણ આજે તો તેના ભમપોલિયા ગાલ ઢીલા ઢફ લાગતા હતા. મોટી મોટી આંખો બીમાર હોય એવી લાગતી હતી. કાયમ કૂદાકૂદ ને દોડાદોડ કરતો ગોલુ સોફામાં પડ્યો પડ્યો ટીવી જોઈ રહ્યો હતો. કાયમ કાર્ટૂન ચેનલ ની જીદ કરતો ગોલુ આજે પપ્પા સાથે ન્યૂઝ ચેનલ જોઈ રહ્યો હતો. ગોલુની ઉમર 10 વર્ષની છે. મમ્મી પપ્પા નો લાડકો. પપ્પાએ ચોકલેટો ખવડાવીને ગોલુને ગોળમટોળ બનાવી દીધો છે. ઓફિસેથી આવે