ગાળ વિના મોળો સંસાર...! કુદરતની રચના ગમે એટલી સુંદર હોય, પણ એના ખોળે ખેલવાનો પણ મિજાજ જોઈએ. પોતાના બનાવેલા કુંડાળામાં મસ્તીના ગરબા ગાતી દુનિયા સ્વચ્છંદ બને ત્યારે, કોરોના ડોરબેલ વગાડ્યા વગર ઘરમાં ઘૂસે. દરેકની દુનિયા અલગ, ને દરેકની મસ્તી અલગ. એને ફોટાવાળા ભગવાનનો ડર, પણ પ્રકૃતિ સાથે આડેધડ બાખડે. મૌજ કરવાની પણ કોઈ નૈસર્ગિક સ્ટાઈલ હોય દાદૂ..! ભગવાને કેવું મઝાનું મોઢાનું એલીવેશન આપ્યું છે, છતાં માવા-મસાલાથી એવું રંગરોગાન કરી નાંખે, કે કુદરત પણ એને ઓળખવામાં થાપ ખાય. રેખમાં પણ મેખ મારે એનું નામ માણસ. હરિનામ