ઇશોપનિષદ મંત્ર ૧ - ગતિશીલ જગત અને ગતિશીલ જીવન

  • 6.9k
  • 1
  • 1.8k

ઈશા વાસ્યમિદઁ સર્વં યત્કિઞ્ચ જગત્યાં જગત્ | તેન ત્યક્તેન ભુઞ્જીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ || 1 || (યજુર્વેદ ૪૦.૧) ઇશોપનિષદના પહેલાં મંત્રમાં આપણે જે સુખી અને સફળ જીવનની કલ્પના કરતા હોઈએ છીએ તે સુખી સફળ જીવન જીવવાનો સાર છુંપાયેલો છે. મંત્રનો અર્થ હે મનુષ્ય! પ્રકૃતિથી લઈને પૃથ્વી સુધી જે કઈ સ્થિર અને ગતિશીલ જગત છે તે ઈશ્વર દ્વારા આચ્છાદિત થયેલ છે. આથી જગતથી ચિત્ત હટાવીને ત્યાગપૂર્વક તેનો ભોગ કર. તું ધન કે બીજી કોઈપણ વસ્તુમાત્રની અભિલાષા ન કર. કારણ કે આ જગતની સંપત્તિ કોઈના માલિકીની નથી. ઈશા – ઈશ્વર વાસ્યમ – આચ્છાદિત થયેલ ઇદમ – પ્રકૃતિથી લઈને પૃથ્વી સુધી સર્વં –