"સુન! ઇસ કિડનેપીંગકે પીછેકી આખ્ખી સ્ટોરી... "બબલુ દાદાની ગેંગના સૌથી જૂના સભ્યોમાંનો એક હતો, એટલે તે દાદા વિશે લગભગ બધુંજ જાણતો હતો. તેણે ટૂંડાને વાત કહેવી શરૂ કરી. "યે વો ટાઇમકી બાત હૈ જબ અપના બોસને ગેંગ નહિ બનાયેલા થા. વો અકેલા ભી નહિ થા. ઔર ઉસકા નામ... દાદા... વોભી ઉસકા અસલી નામ નહી હૈ. "ટૂન્ડો વિસ્મયપૂર્વક બબલુભાઇની વાત સાંભળી રહ્યો હતો. બબલુભાઇને આવી રીતે વાત કરતા જોઇ બીજા બે નવા પંટર પણ બાજુમાં ગોઠવાઈ ગયા. એક હળવો ખોંખારો ખાઇ બબલુએ ફરી વાતનું અનુસંધાન કર્યું. "વો દો ભાઇ થે. ડેવિડ ઐર દાનિશ. અપના ડેવિડભાઇ, ઉસકો સફેદપોશ રેહનેકા પાગલપન થા. ધંધા કાલા, લેકિન