વારસનું કર્જ

(20)
  • 1.6k
  • 556

**વારસનું કર્જ ** દિલ્હીથી ઉપડેલી સ્પાઇસ જેટની એર બસે ખૂબસુરત પહાડોથી ઘેરાયેલા નાનકડા કુલ્લુ-મનાલી એરપોર્ટ પર સવારના સાત વાગે ઉતરાણ કર્યું ત્યારે મે મહિનાની ઉકળાટભરી સવાર હતી. પહાડી ઇલાકો હોવા છતાં વાતાવરણમાં ઉકળાટ વાર્તાતો હતો. એરપોર્ટથી મનાલી હિલ સ્ટેશન લગભગ પચાસ કિલોમિટર જેટલું દૂર આવેલું છે. વિવેકે ભાડે લીધેલી ટેક્સી મનાલી તરફ દોડી રહી હતી. રોડ સુધારણાનું કામ પ્રગતિમાં હોવાથી ટેક્સી ધીરે ધીરે આગળ વધી રહી હતી તે ઉપરાંત ટ્રાફિક જામ હોવાના કારણે બે કલાકનો રસ્તો ચાર કલાક થવા છતાં હજુ પૂરો થયો ન હતો. વિવેકની સાથે તેનો નોકર ભોલુ પણ હતો. એ.સી. ટેક્સીમાં બેઠાં બેઠાં વિવેકને થાક લાગ્યો હતો.