"તમે નીચે સિકયુરિટી વાળાને સાચા બ્લોક નંબર લખાવતા નહીં. બાજુમાં ફર્નીચરનું કામ ચાલે છે એના લખાવજો." "કેમ? એ પછી ત્યાં પૂછવા આવે કે પછી ખબર પડે તો?" "ત્યાં ઘણાં લોકો આવતા હોય છે, એટલે વાંધો ના આવે, પણ મારા બ્લોક નંબર આપશો તો તકલીફ થશે મને." "ઓકે, જેમ તમે કહો એમ. હું ત્યાં પહોંચીને ફોન કરું તમને એટલે દરવાજો ખુલ્લો રાખજો, બેલ મારીને આજુબાજુ વાળાને ખબર નથી પાડવી." "હા, એમ કરજો." માધવ આટલી વાત કરીને મીરાને ત્યાં જવા માટે નીકળી ગયો. ******* માધવ અને મીરા એક વર્ષ પહેલાં શહેરમાં આવેલા પુસ્તક મેળામાં અચા