સૌથી અલગ પ્રેમકથા... - ૧

(47)
  • 4.5k
  • 1
  • 2.6k

કોલેજનાં છેલ્લાં વર્ષમાં સાથે જ અભ્યાસ કરતાં કાવ્યા અને અનુજ બે વર્ષથી એક બીજાનાં ગળાડૂબ પ્રેમમાં હોવાથી અને બન્ને એક જ જ્ઞાતિનાં એટલે ઘરનાને પૂછ્યાં વગર પ્રેમ સંબંધને લગ્નમાં તબદીલ કરવાં કોર્ટમાં ચાર મિત્રોની સાક્ષીમાં કોર્ટ મેરેજ કરી કાવ્યા લગ્નનું સર્ટિફિકેટ હાથમાં લઈ અનુજના હાથમાં પોતાનો હાથ આપી કોર્ટથી સીધી પિતાના ઘરે પહોંચી અને પોતે અનુજ સાથે કરેલાં લગ્નની વાત જણાવી. કાવ્યાની વાત સાંભળી કાવ્યના "પિતાએ કહ્યું તે લગ્ન તો કર્યા પણ તું આ છોકરાને ઓળખે છે ખરી ? તે શું કરે છે તને કંઈ ખબર છે ? "આ વાત સાંભળી થોડા ગુસ્સા સાથે કાવ્યા બોલી