ગઝલ પડિકું

  • 3.7k
  • 1.1k

(૧) ભાવનામાં વહી જાઉં છું......હું ઘણી વખત લોકોની ભાવનામાં વહી જાઉં છું હું મારી જાતને ડુબાડી સાચું સાચું કહી જાઉં છું પરિણામ અે આવે છે,કોઇ આગળ રહી જાય છે કોઇ પાછળ,તેની રાહે ત્યાંને ત્યાંજ રહી જાઉં છું સાકર છું, છતાં ઘાસલેટમાં પણ ભળી જાઉં છું ક્યારેક દુધમાં મળી,ભડકે ભડકે બળી જાઉં છું હાડકા વિનાની જીભને,પુર ઝડપે ચલાવી દઉં છું પછી અફસોસે હું રેતી ઢગલમાંય તરી જાઉં છું ઘણાં લોકો મારા પર હસે છે,અેમનો શો વાક ? હું અેમની ખૂશીમાં સુકા રણમાં ખીલી જાઉં છું મને ભૂલ કરતાં આવડે,કબુલ કરતાં આવડે છે સૌને માફી માફી દઇ,માહિ માહિ કહી જાઉં છું