અંગારપથ. પ્રકરણ-૪૪. પ્રવીણ પીઠડીયા. કહેવાય છે કે પહેલો ઘા પરમેશ્વરનો! બસ, એવું જ કંઈક વામન શેખની ઓફિસમાં બન્યું હતું. એ એટલું અણધાર્યું અને ઝડપી હતું કે ઠિંગણો વામન શેખ ઘીસ ખાઇ ગયો. તેણે ચાલાકી વાપરીને ટેબલ નીચેથી ગન ખેંચી કાઢી હતી અને પેટ્રિક તરફ તાકી હતી. પરંતુ પેટ્રિક એનાથી પણ તેજ નિકળ્યો. ગનની પરવાહ કર્યા વગર ભયાનક ઝડપે તે ઉઠયો અને ચારુંના ગળે હાથ વિંટાળીને ઉભેલા પઠ્ઠાનાં મોં પર એ કંઈ સમજે એ પહેલા એક જબરજસ્ત ધૂસો રસિદ કરી દીધો હતો. એ ધૂસો એટલા ઝનૂનભેર ઝિંકાયો હતો કે પેલાની ખોપરીમાં કશેક કડાકો બોલ્યો અને તેનાં મોં માંથી ચીખ નીકળે