ખેલાડી નંબર વન

(49)
  • 3.7k
  • 5
  • 1.4k

વાર્તા-ખેલાડી નંબર વન લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9601755643 યોગેશ્વર લેબોરેટરી ફડચામાં ગઇ એ સમાચાર માર્કેટમાં આવ્યા અને શહેરમાં જોરદાર હોબાળો મચી ગયો.લોકોએ કંપનીનો ગ્રોથ જોઇને અને માલિકો ઉપર વિશ્વાસ મુકીને પોતાની જીવનભરની બચત થાપણ તરીકે મુકી હતી એ લોકો રાતોરાત રોડ ઉપર આવી ગયા હતા.કોઇ માનવા તૈયાર નહોતું આ વાત પણ કંપનીના દરવાજે લટકતા તાળા જોઇને લોકોની આંખો ના ડોળા બહાર આવી ગયા હતા.જેના ઉપર આંધળો વિશ્વાસ મુકીને લોકોએ ખોબલે ખોબલે રૂપિયા આપ્યા હતા એ કંપનીના માલિક રજનીકુમાર લાપતા હતા.કંપનીના કર્મચારીઓ ના છ મહિનાના પગારના રૂપિયા પણ ફસાયા હતા.લોકો આશ્ચર્ય માં ગરકાવ હતા કેમ કે બહાર તો એવી વાતો થતી