ખુશીથી બુમો પાડતી નીલમ ઘરમાં દોડી આવી . ‘ અલીભાઈ આવ્યા છે , અલીભાઈ આવ્યા છે ! ' ' રામસિંધના પરિવારના બધા સભ્યો દોડતાં બહાર જોવા આવ્યાં અને ત્યાં ( ઊભો ) હતો પહોળા ખભા ધરાવતો ઊંચો , રતુમડા ગાલ તથા નાક વાળો , ઘઉંવર્ણો એક માણસ , તેણે જાડો , લાંબો ગરમ કોટ , તંગ પાયજામો ( પાટલૂન ) , મોટા ચામડાના બૂટ અને બદામી રુવાંટીદાર ટોપી પહેર્યા હતાં . ઉષ્માભર્યા વિશાળ સ્મિતથી રામસિંધ તેમને ભેટી પડ્યા અને કહ્યું , “ અંદર આવી જાઓ ! અંદર આવી જાઓ ! મિત્ર , આપનું